New Update
/connect-gujarat/media/post_banners/f609d64a46b21238df63f2d1c038cfd74726f5106cccac59054728961c9ad94b.webp)
સુરતના સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો. આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયાં હતાં. હવે આ મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે,મોરડિયા પરિવારની મોટી દીકરી રુચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું, જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
Latest Stories