Connect Gujarat
સુરત 

સુરત: લઠ્ઠાકાંડ બાદ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશીદારૂની ભઠ્ઠીઓની મેળવી ભાળ,જુઓ વિડીયો

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે

X

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે. દેશી દારૂનું વેચાણ ન થાય તે માટે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બનતા અનેક લોકોના મોત થયા છે અને હજુ ઘણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ત્યારે અન્ય કોઈ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે.સરકાર દ્વારા પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં દારૂના દુષણને ડામવા પોલીસ દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.કામરેજ પોલીસ દ્વારા ખોલવડ,કઠોર સહિતના વિસ્તારોમાં રેડ શરૂ કરી દેવામાં આવી છે અને અનેક કેસ કરવામાં આવી રહ્યા છે પરંતુ નદી કિનારે,ઝાડી ઝાંખરામાં ધમધમી રહેલ ભઠ્ઠીઓ કોઈને ધ્યાને આવતી નથી જેને લઇને પોલીસ દ્વારા ડ્રોનનો સહારો લેવામાં આવ્યો હતો.કામરેજ ડિવિજન ના DYSP B.K.વનાર,કામરેજ પોલીસ સ્ટેશનના PI. R.B ભટોળ તેમજ ટીમ દ્વારા છ જેટલી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લેવામાં આવી હતી અને ભઠ્ઠીઓ નષ્ટ કરવામાં આવી હતી,પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા બૂટલેગરો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે

Next Story