-
વરાછામાં આહીર સમાજ દ્વારા સન્માન સમારંભ
-
MLA ગોપાલ ઈટાલિયાનું કરાયું સન્માન
-
વિસાવદર વિધાનસભાની જીત્યા હતા ચૂંટણી
-
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
-
કોંગ્રેસની EVMની ફરિયાદને ગણાવી પાયાવિહોણી
સુરતમાં આહિર સમાજ દ્વારા વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં ગોપાલે કોંગ્રેસ EVM બાબતે ખોટો પ્રચાર કરતા હોવાનું જણાવ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં આહીર સમાજ દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર અગ્રણી અને આપ નેતા મથુર બલદાણીયાની આગેવાનીમાં અલગ અલગ સંગઠનો દ્વારા ગોપાલ ઇટાલિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસને EVMમાં ભાજપ છેડછાડ કરતા હોવાની વાતને સાવ ખોટી ગણાવી હતી.તેમણે જણાવ્યું હતું કે જ્યારે હું મત માંગવા જતો ત્યારે લોકો એમ કહેતા કે EVMમાં છેડછાડ થશે તો તમે હારી જશો.ત્યારે મારે લોકોને ખૂબ સમજાવવા પડ્યા અને અંતે લોકોએ મને જીતાડ્યો છે. ગોપાલ ઇટાલિયાના આહીર સમાજ દ્વારા રાખેલા સન્માન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.