સ્મીમેર હોસ્પિટલની બેદરકારી
દર્દીની સારવારમાં દાખવી બેદરકારી
હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ
મનપા દ્વારા કરવામાં આવી કાર્યવાહી
મનપાએ આપ્યા તપાસના આદેશ
સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો,જે સંદર્ભે મહાનગરપાલીકાનું તંત્ર હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા હતા.
સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સમયસર સારવાર આપવામાં આવી નહોવાનો એક વિડીયો વાયરલ થયો હતો,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોથી મહાનરપાલિકાનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું,અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા આ ગંભીર બાબત અંગે સૂચનાઓ આપી હતી,અને હોસ્પિટલના RMOને આ અંગે સૂચના આપીને દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે તેમ તેઓએ જણાવ્યું હતું.તેમજ ભવિષ્યમાં આવા પ્રકારની ગંભીર બેદરકારી ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ તેઓએ હોસ્પિટલના તંત્રને આપી હતી.