/connect-gujarat/media/post_banners/46fc49149580e65957651e30e18d12e063b6333e6eb2129ec7ef2080174db874.jpg)
રાજસ્થાનમાં બાળકની હત્યા પ્રકરણમાં સુરત ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત સમાજે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.
રાજસ્થાનમાં 8 વર્ષના માસુમ બાળકને શિક્ષકે ઢોર માર મારતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને રાજસ્થાન જ નહીં પરંતુ દેશભારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે અલગ અલગ રાજ્યોમાં વિરોધ કરી આરોપીને કડકમાં કડક સજાની માંગ પણ કરાઈ રહી છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકારણ પર ગરમાયું છે. તો બીજી તરફ, સુરત ખાતે દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દલિત સમાજના આગેવાનો રીંગ રોડ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક એકત્રિત થઈ કલેકટર કચેરી સુધી હાથમાં માટલા લઈને રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ ગુન્હાના આરોપીને કડકમાં કડક સજા સાથે વહેલી તકે ફાંસીની સજા પણ ફટકારવામાં આવે તેવી દલિત સમાજે માંગ કરી હતી.