-
ફૂલ સમાનદીકરીનો પ્રાર્થના કરતો વાયરલ વિડિયો
-
પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીની અનોખી પ્રાર્થના
-
પ્રાર્થનાનાં હાવ ભાવ અને માસુમિયતે સૌના દિલ જીત્યા
-
જૈન સમાજની દીકરીએ પ્રાર્થના થકી પ્રેમભર્યો સંદેશ આપ્યો
-
પરિવાર અને શિક્ષકોએ ગર્વની લાગણી અનુભવી
સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.
સુરતના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઢીંગલી જેવી દેખાતી માસુમ બાળકીના ચહેરા ઉપર ભક્તિ અને નિર્દોષતા ઉભરી રહી છે.એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ આ માસુમ બાળકી એક પ્રાર્થના થકી આપી રહી છે.જે વાયરલ વિડીયોમાં દેખાતી આ બાળકીએ સૌ કોઈના હૃદય સ્પર્શી લીધા છે.પ્રાર્થનાના શબ્દો તો મીઠા જ છે પણ તેની સાથે બાળકીના ભાવ પણ એટલા જ નિર્દોષ જોવા મળી રહ્યા છે.
સુરતમાં બ્લુ પેપીયો નામની પ્રિય સ્કૂલ આવેલી છે.જે સ્કૂલમાં આ માસુમ બાળકી અભ્યાસ કરે છે. ઇનાયા શાહ નામની આ બાળકીના સંસ્કારો આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા છે. આજના ટેકનોલોજી અને મોબાઈલ જેવા જમાનામાં મોટાભાગના બાળકો ગેમ્સ અને સ્ક્રીનમાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ જ્યારે આ નાનકડી બાળકીની ભક્તિ અને નિર્દોષતાનો આ વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, ત્યારે તેણીનો એક શાંત અને પ્રેમ ભર્યો સંદેશ પણ આ વીડિયોમાં જોવા મળ્યો છે.
પ્રિય સ્કૂલમાં અભ્યાસ કરતી માસુમ બાળકી ઇનાયા શાહ જૈન સમાજમાંથી આવે છે. જેથી જૈન સમાજનો ધાર્મિક મંત્ર પણ આ બાળકી બોલે છે.અને આ પ્રાર્થના પણ તેણીએ પોતાના હાવભાવથી વ્યક્ત કરી હતી.જે નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે.
ઉલ્લેખનીય છે કે જો માતા પિતા પોતાના બાળકોને બાળપણથી જ સંસ્કારો અંગેની સમજણ આપે તો બાળકનું યોગ્ય રીતે ઘડતર થઈ શકે છે. જે સુરતની ઇનાયા શાહમાં જોવા મળ્યું છે. જે માસુમ બાળકી હજી તો પ્રિ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે,પરંતુ તેના સંસ્કારો અને તેની ધાર્મિક લાગણીઓ ચહેરા પર ઉભરી આવે છે.જે બાળકી અન્ય બાળકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવી છે.જે બદલ પરિવાર અને શાળાના શિક્ષકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.