Connect Gujarat
સુરત 

સુરત : મનપાની બસમાં લોકોનો જીવના જોખમે મુસાફરી કરતો વધુ એક વિડિયો વાયરલ..!

શહેર તથા જીલ્લામાં મોતની મુસાફરીના અગાઉ પણ વિડીયો વાયરલ થયા છે. તેમ છતાં મનપા સુધારવાનું નામ નથી લેતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

X

સુરત શહેરમાં મનપાની બસમાં લોકોનો જીવના જોખમે મુસાફરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક મુસાફરો સીટી બસમાં લટકીને મોતની મુસાફરી કરતાં નજરે પડ્યા છે.

સુરત શહેર તથા જીલ્લામાં મોતની મુસાફરીના અગાઉ પણ વિડીયો વાયરલ થયા છે. તેમ છતાં મનપા સુધારવાનું નામ નથી લેતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.બસની કેપેસિટી કરતાં 4 ઘણા લોકો બસમાં મોતની મુસાફરી કરતાં વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, ડીંડોલી જેવા વિસ્તારમાં નોકરી વર્ગવાળા વધુ પ્રમાણમાં બસનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગની બસોમાં રોજેરોજ આવી જ સ્થિતિમાં લોકો લટકીને મોતની મુસાફરી કરી રહ્યા છે. અનેક વખત બસ વધારાની માંગ કરાઈ છે. તેમ છતાં મનપા દ્વારા બસ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ બસમાં લટકીને મુસાફરી કરતા એક યુવતી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે મનપા ફરી કોઈ આવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ ફલિત થઈ રહ્યું છે.

Next Story