સુરત : એક જ દિવસમાં 19 ડિલિવરી થતાં ડાયમંડ હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું

સુરત શહેરની ડાયમંડ હોસ્પિટલમાં દિવાળીના એક જ દિવસમાં 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે.

a
New Update

સુરત શહેરની ડાયમંડ હોસ્પિટલમાં દિવાળીના એક જ દિવસમાં 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જન્મેલા તમામ બાળકો સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

 સુરત શહેરમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં ગત તા. 31 ઓકટોબર-2024ના રોજ એક જ દિવસમાં એટલે કે24 કલાકમાં કુલ 19 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે.

ડાયમંડ હોસ્પિટલના 11 વર્ષના ઈતિહાસમાં ગત વર્ષે 2023માં 30 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતોજ્યારે આ વર્ષે 2024માં દિવાળીના એક દિવસમાં 19 ડિલિવરીને લઈ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડાયમંડ હોસ્પિટલથી મળતી માહિતી પ્રમાણેઆ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છેઅને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથીતેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હોસ્પિટલ તરફથી હજારો દીકરીઓને કરોડોના બોન્ડ આપવામાં આવ્યા છે. ભારત સરકારના બેટી બચાવો-બેટી વધાવો” યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે

#Gujarat #CGNews #Surat #deliveries #New Born Baby #New Born Baby hospital
Here are a few more articles:
Read the Next Article