સુરત : કોરોનાએ ફરી ઊથલો મારતા તંત્ર સાબદું થયું, સિવિલ-સ્મીમેરમાં વોર્ડ ઊભો કરાયો...

કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે, જ્યારે સુરતમાં એક દર્દીનું મોત અને હવે 10 જેટલા પોઝિટિવ નોંધાય ચૂક્યા છે,

સુરત : કોરોનાએ ફરી ઊથલો મારતા તંત્ર સાબદું થયું, સિવિલ-સ્મીમેરમાં વોર્ડ ઊભો કરાયો...
New Update

કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે, જ્યારે સુરતમાં એક દર્દીનું મોત અને હવે 10 જેટલા પોઝિટિવ નોંધાય ચૂક્યા છે, ત્યારે કોરોનાને પહોચી વળવા જિલ્લા કલેક્ટરે હોસ્પિટલોમાં તૈયારીઓના આદેશ આપ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે, ત્યારે સુરત શહેર તથા જીલ્લામાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સુરતમાં ગઈકાલે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા કેસને લઈ તૈયારી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવિ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 10, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, H3N2 ફ્લૂને લઈને પણ તંત્ર સાબદું થયું છે. કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. જેથી કરીને સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓની સારવાર સંબંધિત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Corona Virus #Surat #Ward #H3N2 influenza #Covid case
Here are a few more articles:
Read the Next Article