Connect Gujarat
સુરત 

સુરત : બાગેશ્વર બાબાએ પોતાના મન થકી ભક્તોની અરજી સાંભળી, લોકપ્રશ્નોનું નિવારણ લાવવા આપ્યું આશ્વાસન

સુરત શહેરના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગતરોજ બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો હતો.

X

સુરત શહેરના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગતરોજ બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના મન થકી ભક્તોની અરજી સાંભળી પ્રશ્નોનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે, ત્યારે ગતરોજ સુરતના લિંબાયત વિસ્તાર સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે શરૂ થયો હતો. અઢી કલાક પહેલાં જ આકરા તડકામાં ભાવિકોનું ઊમટવાનું શરૂ થયું હતું. દિવ્ય દરબારના પહેલા જ દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના મન થકી ભક્તોની અરજી સાંભળી તેઓના પ્રશ્ન સાંભળ્યા હતા, અને લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું. બાગેશ્વર મહારાજે દિવ્ય દરબારમાં આવેલા ભક્તોમાંથી 20 થી વધુ ભક્તોની પોતાના મન થકી અરજીઓ સાંભળી તેઓના નામ લઇ મંચ પર બોલાવ્યા હતા. આ દરબારમાં સુરત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, બિહાર સહિતના અન્ય રાજ્યોમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. દિવ્ય દરબારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ધારાસભ્ય, કોર્પોરેટરો, ઉદ્યોગપતિઓ અને વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવ્ય દરબારમાં પ્રવચન આપી ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હવે હું કેટલાક દિવસો ગુજરાતમાં વીતાવીશ. સુરત અને તાપી જિલ્લામાં થતા ધર્મના મુદ્દાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ.

Next Story