સુરત : રફ હીરાની આયાત પર GJEPC દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો, તા. 15મી ડિસે.થી કરી શકાશે આયાત...

હીરા ઉદ્યોગમાં મંદી દરમિયાન ડાયમંડ માર્કેટ ફરી સ્ટેબલ થાય તે માટે JGEPC દ્વારા રફ હીરાની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

New Update
સુરત : રફ હીરાની આયાત પર GJEPC દ્વારા પ્રતિબંધ હટાવી લેવાયો, તા. 15મી ડિસે.થી કરી શકાશે આયાત...

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી દરમિયાન ડાયમંડ માર્કેટ ફરી સ્ટેબલ થાય તે માટે JGEPC દ્વારા રફ હીરાની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જોકે, હવે હીરાના વેપારીઓ આગામી તા. 15મી ડિસેમ્બરથી ફરી એકવાર રફ હીરાની આયાત કરી શકશે.

છેલ્લાં 20-22 મહિનાથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી મંદીના દોરમાંથી પસાર થઈ રહી હતી. એક તરફ, રફ ડાયમંડની આયાત વધી રહી હતી, જ્યારે બીજી તરફ તૈયાર હીરાની ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ઓછી હતી. જેથી તૈયાર હીરાનું ઓવર પ્રોડક્શન થઈ રહ્યું હતું, ત્યારે સુરત શહેરમાં હીરા માર્કેટની સ્થિતિને સ્ટેબલ કરવા માટે GJEPC, સુરત ડાયમંડ એસોસિએશન અને સુરત ડાયમંડ બુર્સ સહિતની સંસ્થાઓએ મળીને રફ હીરાની આયાત અટકાવવા માટે નિર્ણય લીધો હતો. આ નિર્ણય તા. 15મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યો હતો. પરંતુ દિવાળી બાદ માર્કેટ ખુલતાની સાથે રફ હીરાની શોર્ટ સપ્લાય શરૂ થઈ ગઈ છે. જેથી રફના ભાવમાં 10થી 15 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જોકે, ડાયમંડ માર્કેટની સ્થિતિ સ્ટેબલ થતાં હવે રફ હીરાની આયાત પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હીરા વેપારીઓ આગામી તા. 15મી ડિસેમ્બરથી રફ હીરાની આયાત કરી શકશે. મંદીના લીધે દિવાળી બાદ 70 ટકા કારખાના હજુ પણ બંધ છે. કારીગરોને હજુ પણ ઘરે બેસવાની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, રફ હીરા પર પ્રતિબંધ હટાવતા હવે કારખાનાઓ સંપૂર્ણ શરૂ થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

Latest Stories