/connect-gujarat/media/media_files/oerN8n47vsoOUOtaAlDz.jpg)
બાંગ્લાદેશ હિંસાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર વર્તાઈ
સુરતના વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા
બાંગ્લાદેશ સાથે સુરત માર્કેટનો વર્ષનો 500 કરોડનો વેપાર
બંગાળમાં થતી દુર્ગા પૂજાને લઇ થતા વેપાર પર પણ અસર
વેપારીઓ દ્વારા સરકાર પાસે મદદની માંગ કરાઈ
બાંગ્લાદેશમાં સર્જાયેલી વિદ્રોહની પરિસ્થિતિની ગંભીર અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર પડી છે, સુરત માંથી સપ્લાય થતાRDF ગ્રે કાપડ,ડાઇંગ પ્રિન્ટિંગ ફેબ્રિક, સ્ટીચ ગારમેન્ટ સહિતના મટીરીયલના એક્સપોર્ટ પર બ્રેક લાગી છે,અને વેપારીઓને મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
બાંગ્લાદેશનીહિંસાએસુરતના ટેક્સટાઈલ માર્કેટની કમર તોડી નાખી છે.સુરત માંથી બાંગ્લાદેશમાંRDF ગ્રે કાપડ,ડાઇંગ પ્રિન્ટિંગ ફેબ્રિક,સ્ટીચ ગારમેન્ટનુંમોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે. બાંગ્લાદેશ સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વર્ષનો500 કરોડનો વેપાર
છે,સુરતમાં ઉત્પાદન થતા ટેક્સટાઇલ પ્રોડક્ટનોમોટા પ્રમાણમાં બાંગ્લાદેશ એક્સપોર્ટ કરવામાં આવે છે, અનેબંગાળની નજીક બાંગ્લાદેશ હોવાથી દુર્ગા પૂજાને લઇ થતા વેપાર પર પણ બાંગ્લાદેશ હિંસાની અસર પડી છે. વેપારીઓને સર્જાયેલી આર્થિક નુકસાનીમામલેવેપારીઓ દ્વારા સરકાર પાસે મદદ માંગવામાં આવી છે.