Connect Gujarat
સુરત 

સુરત : ઉનાળામાં ધાબે સુવા જતાં પહેલા ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

ડિંડોલી વિસ્તારમાં આવેલ દિપાલી પાર્ક સોસાયટીમાં તસ્કરો એક સાથે 3 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

X

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ દિપાલી પાર્ક સોસાયટીમાં તસ્કરો એક સાથે 3 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. દીપાલી પાર્ક સોસાયટીના પ્લોટ. નં. 130માંથી 11 હજાર રૂપિયા, પ્લોટ.નં. 129માંથી 27 હજાર રૂપિયા અને એક સોનાની ચેન તેમજ પ્લોટ.નં. 111માંથી 44 હજાર રોકડ મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મકાન માલિકે જણાવ્યું હતું કે, ગરમીનો સમય હોવાથી રાત્રી દરમિયાન પરિવાર ધાબા ઉપર સુવા ગયો હતો, જ્યારે સવારે ઊઠીને જોયું તો 3 મકાનના તાળા તૂટ્યા હતા. જેથી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે હાલ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આજુબાજુના CCTV ચકાસી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Next Story