Connect Gujarat
સુરત 

સુરત : 3 લેયરની સિક્યુરિટી વચ્ચે આવતીકાલે SVNIT અને ગાંધી એન્જિ. કોલેજમાં યોજાશે મતગણતરી…

આવતીકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ થશે જાહેર, ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ

X

ગુજરાત વિઘાનસભા મતદાર વિભાગની ગત તા. 1 અને 5 ડિસેમ્બરે 2 અલગ અલગ તબક્કા ચૂંટણી યોજાય હતી. જેની આવતીકાલે તા. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થવાની છે, ત્યારે સુરત ખાતે સ્ટ્રોંગ રૂમ બહાર 3 લેયરની સિક્યુરિટી મુકવામાં આવી છે.

સુરત ખાતે આવતીકાલે જિલ્લાની વિઘાનસભા બેઠકો દીઠ 2 કોલેજોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે સ્ટ્રોંગ રૂમ બહાર 3 લેયરની સિક્યુરિટી મુકવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમના કેમ્પસમાં સ્થાનિક પોલીસ ત્યારબાદ સ્ટ્રોંગ રૂમ બિલ્ડીંગ બહાર SRP અને બિલ્ડીંગ અંદર BSFના જવાનો EVM મશીનની સુરક્ષા કરી રહ્યા છે. શહેરની SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 16 બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 અને SVNIT ખાતે 6 વિધાનસભા બેઠકોની મતગણતરી યોજાશે. આ સાથે જ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચોર્યાસી, કતારગામ, ઉધના, માંગરોળ, બારડોલી, માંડવી, મહુવા અને કામરેજ વિધાનસભાની મતગણતરી થશે, જ્યારે SVNIT ખાતે લિંબાયત, મજુરા, કરંજ, પૂર્વ વરાછા વિધાનસભા બેઠકોની મતગણતરીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.

Next Story