Connect Gujarat
સુરત 

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા “રમતોત્સવ”નું આયોજન કરાયુ

બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય અને સામૂહિક રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનાં અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા “રમતોત્સવ”નું આયોજન કરાયુ
X

ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા સુરત ખાતે “રમતોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લા અંતર્ગતની ત્રણ શાખા સુરત મેઈન, અડાજણ અને સુર્યનગરીની ચાર ટીમોએ ભાગ લીધો હતો.ખુબ ઉત્સાહ અને જોશપૂર્વક સભ્યો સવારથી રમતમાં જોડાયા હતા.આ કાર્યક્રમનો આનંદ માણવા સુરતની ચાર શાખાનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત દીપપ્રાગટ્ય અને સામૂહિક રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનાં અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત મંત્રી ધર્મેશ શાહ. પ્રાંત કોષાધ્યક્ષ પ્રધ્યુમનભાઈ જરીવાલા, પ્રાંત ઉપાધ્યક્ષ રાજીવભાઈ શેઠના હસ્તે વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. “રમતોત્સવ”માં સુરત મેઈન શાખા પ્રથમ ક્રમે વિજેતા બની હતી. દ્વિતીય ક્રમે સુર્યનગરી શાખા વિજેતા બની હતી. બેસ્ટ બેસ્ટમેન પાર્થ પટેલ, બેસ્ટ બોલર મનીષ મદારિયા, મેન ઓફ ધ મેચ ભાવેશ ઓઝા, પાર્થ પટેલ, સની શર્મા, શુવેનતુ રાજપૂત બન્યા હતા.

સુરત મેઈન શાખાના અધ્યક્ષ વિપુલ જરીવાલા, મંત્રી મનિષાબેન પટેલ અને તેમની ટીમનાં સભ્યો, અડાજણ શાખાનાં અધ્યક્ષ જીગ્નેશ ડુમસવાલા, મંત્રી વિનસભાઈ શાહ અને તેમની ટીમના સભ્યો, સૂર્યનગરી શાખાના મંત્રી રંજનાબેન પટેલ અને તેમની ટીમનાં સભ્યોએ રમતનાં મેદાન પર ઉપસ્થિત રહી ઉત્સાહનો સંચાર કર્યો હતો.

Next Story