સુરત : ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર દ્વારા VNSGU ખાતે કાર્યકર્તા સંમેલન "અમૃતમ"નું આયોજન

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર દ્વારા બે દિવસીય અમૃતમ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભારત વિકાસ પરિષદ દ્વારા કાર્યકર્તા સંમેલન

  • પશ્ચિમ ક્ષેત્ર દ્વારા બે દિવસીય"અમૃતમ"નું આયોજન

  • VNSGU ખાતે કાર્યક્રમનું કરાયું આયોજન

  • ગુજરાત સહિત મહારાષ્ટ્ર,ગોવાના કાર્યકરો રહ્યા ઉપસ્થિત  

  • 154 શાખાના કાર્યકર્તાના પરિવાર પણ રહ્યા ઉપસ્થિત

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026ના બે દિવસીય ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્ર દ્વારા "અમૃતમ" કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આજરોજ સુરત ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર્તાના સંમેલનમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર,ગોવાના ભારત વિકાસ પરિષદના કાર્યકરોની કાર્યશાળા મળી હતી. જેના મુખ્ય પદે સંગઠન મંત્રી સુરેશ જૈન, VNSGUના વાઇસ ચાન્સેલર કે.એન.ચાવડા,કેન્દ્રીય પર્યાવરણ સંયોજક ચેરમેન નિવૃત સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.આર.ભટ્ટ,એલ.આર.પટેલપ્રાંત પ્રેસિડેન્ટ ધર્મેશ શાહ,દક્ષિણ ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ નરેશ ઠક્કર,યોગેશ પારિકભરૂચ ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુ પરમારપરેશ લાડ અને વિજય મકવાણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદની 154 શાખાના કાર્યકર્તાના પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories