સુરત : પ્રધાનમંત્રીની માતા પર અભદ્ર ટિપ્પણી બદલ ભાજપમાં રોષ, કાર્યકર્તાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો બોલાવ્યો હુરિયો

બિહારમાં રાજકીય કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.જે અંગે ભાજપમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે.

New Update
  • બિહારમાં રાજકીય કાર્યક્રમનો મામલો

  • પ્રધાનમંત્રીની માતા પર કરી હતી અભદ્ર ટિપ્પણી

  • જે ઘટનાએ ભાજપમાં રોષની લાગણી 

  • સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

  • હાથમાં પ્લે કાર્ડ સાથે રાહુલ ગાંધીનો બોલાવ્યો હુરિયો

બિહારમાં તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી,જેના કારણે ભાજપમાં ભારે રોષની લાગણી જન્મી છે,ત્યારે સુરતમાં પણ ભાજપના મહિલા સહિતના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને રાહુલ ગાંધીનો હુરિયો બોલાવ્યો હતો.

બિહારમાં રાજકીય કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.જે અંગે ભાજપમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.જેના ભાગરૂપે સુરતમાં પણ ભાજપના મહિલા મોરચા સહિતના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સુરતમાં મહિલા મોરચા સહિતના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને હાથમાં પ્લે કાર્ડ સાથે રાહુલ ગાંધીનો હુરિયો બોલાવ્યો હતો,અને નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Latest Stories