Connect Gujarat
સુરત 

સુરત : હીરાઉદ્યોગમાં તેજીનો માહોલ, ઓવરટાઈમનું વળતર નહીં મળતા રત્નકલાકારોએ પાઠવ્યું આવેદન

રત્નકલાકારો પાસે ઓવરટાઈમ સાથે કામ લેવામાં આવી રહ્યું છે. પરંતુ રત્ન કલાકારોને ઓવરટાઈમનું યોગ્ય વળતર-બોનસ અને વતન જવા માટે બસ ફાળવવામાં નહીં આવતા

X

સુરતના હીરા ઉદ્યોગમાં તેજીના માહોલ વચ્ચે રત્નકલાકારો પાસે ઓવરટાઈમ સાથે કામ લેવામાં આવી રહ્યું છે. પરંતુ રત્ન કલાકારોને ઓવરટાઈમનું યોગ્ય વળતર-બોનસ અને વતન જવા માટે બસ ફાળવવામાં નહીં આવતા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકના જણાવ્યા અનુસાર, સુરતના હીરા ઉદ્યોગમાં અંદાજે સાડા છ લાખ જેટલા રત્નકલાકારો ફરજ બજાવે છે. હાલ સુરતના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે રત્ન કલાકારો પાસેથી સવારના 6થી રાત્રિના 10 વાગ્યા સુધી ઓવરટાઈમ સાથે કામ લેવામાં આવી રહ્યું છે. છતાં રત્નકલાકારોને વેપારીઓ દ્વારા યોગ્ય વળતર કે, દિવાળી બોનસ પણ ચૂકવવામાં આવ્યું નથી. જેના પગલે રત્નકલાકારો જોડે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. આ સિવાય દિવાળીના દિવસોમાં રત્નકલાકારો પોતાના માદરે વતન જતા હોય છે. જેથી સુરત એસટી વિભાગ દ્વારા વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ ગીર-ગઢડા, ઉના અને કોડીનાર જવા માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી નથી. સુરતના હીરા ઉદ્યોગમાં 50 હજાર જેટલા રત્નકલાકારો ઉના, કોડીનાર અને ગીર-ગઢડા વિસ્તારના છે, ત્યારે મુખ્ય 3 રજૂઆત સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story