/connect-gujarat/media/post_banners/8a0ad4e22d0a003c65ac4df019475f4f28a117de34e8e44d1bb6bd87553939c6.jpg)
વિદેશ વસ્તુઓના આક્રમણ સામે સ્વદેશી ચીજવસ્તુઓ અને કળાને ટકાવી રાખવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે સુરતમાં હુનર હાટનો કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો ...
ભારત દેશના ગામડાઓના કારીગરોમાં અવનવા પ્રકારનું હુનર જોવા મળી રહયું છે. આ હુનરને જીવંત રાખવા માટે કારીગરોને પ્રોત્સાહન આપવું ખુબ જરૂરી છે. કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમજ વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. સુરત ખાતે હુનર હાટના નેજા હેઠળ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણનો શનિવારના રોજથી પ્રારંભ થયો છે. અસમ ,નાગલેન્ડ, કેરળ, ગુજરાત સહિત અન્ય રાજયોના કારીગરો પણ હુનર હાટમાં ભાગ લઇ રહયાં છે. આ પ્રસંગે હાજર રહેલાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલાં વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં અલગ અલગ હીરાસત લુપ્ત થઈ રહી છે તેને જીવંત રાખવા પ્રોત્સાહન આપવું જોઈએ. તેમના આ વાક્યને ધ્યાનમાં લઈને આજે હુનર હાટનું આયોજન થઈ રહ્યું છે. હુનર હાટનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. લુહાર, સુથાર અને અન્ય કારીગરો કઈ રીતે કામ કરતા હતા તે ભવ્ય ભુતકાળને લોકો સમક્ષ રજુ કરવાનો સરકારનો પ્રયાસ છે.