Connect Gujarat
સુરત 

સુરત: પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારો વિલા મોઢે પાછા ફર્યા, સરકાર પર ઠાલવ્યો રોષ

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે.

સુરત: પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારો વિલા મોઢે પાછા ફર્યા, સરકાર પર ઠાલવ્યો રોષ
X

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે.સુરતમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પેપર ફૂટવુ અને પરીક્ષા રદ થવાની જાણ થતા નારાજગી જોવા મળી હતી કે તો કેટલાક ઉમેદવારો ભાવુક થઇ ગયા હતા.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યમાં જુનીયર ક્લાર્ક માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. રાજ્યમાં ૯ લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અને આજે પરીક્ષા આપવાના હતા. પરીક્ષાના સમય પહેલા જ ઉમેદવારો સેન્ટરો પર પહોચવા લાગ્યા હતા પરંતુ અચાનક જ સમાચાર બહાર આવ્યા કે જુનિયર ક્લાર્કનું પેપર લીક થઇ ગયું છે અને પરીક્ષા રદ કરવામાં આવી છે. આ સાંભળી ઉમેદવારો ચોકી ઉઠ્યા હતા. રાજ્યના અલગ અલગ શહેરોમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં અંદાજીત ૧૮૭ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજીત ૬૩ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરંતુ પેપરલીકની વધુ એક ઘટના સામે આવતા ઉમેદવારોમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોચ્યા હતા.

સોનગઢથી સુરત પરીક્ષા આપવા આવેલા પ્રશાંત નામના ઉમેદવારે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર પર આવ્યો ત્યારે મને ખબર પડી કે પરીક્ષા રદ થઇ હતી. હું આ પરીક્ષા માટે ઘણા સમયથી તૈયારીઓ કરતો હતો. અહિયાં આવ્યો ત્યારે ખબર પડી કે પેપર લીક થયું છે અને પરીક્ષા રદ થઇ છે. હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે બીજી વખત આવી રીતે ચેડા ન થાય તે હું કહેવા માંગુ છું

Next Story