Connect Gujarat
સુરત 

સુરત : યુવકને ઢોરમાર મારતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટે કર્યો હુકમ

પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટે કર્યો હુકમ, નાના વરાછા પોલીસ મથકે યુવકને ઢોરમાર માર્યો હતો.

X

સુરત કાપોદ્રા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. કાપોદ્રા વિસ્તારમાં પોલીસે યુવકને ઢોરમાર માર્યો હતો. યુવકે કાપોદ્રા પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

ગત તારીખ 16 જુલાઇના રોજ કાપોદ્રા પોલીસ મથકના વિસ્તારમાં લારીવાળાઓને હેરાન-પરેશાન કરતા હોવાની બાબતે નરદીપસિંહ ગોહિલએ પોલીસ કર્મચારીઓને રોકી લારીવાળાઓને શું કામ પરેશાન કરતા છો. તેમ કહેતા હાજર પોલીસ કર્મચારીઓએ નરદીપસિંહને નાના વરાછા પોલીસ ચોકી ખાતે લઇ જય ઢોર માર માર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. કોર્ટે કાપોદ્રા પોલીસ મથકના કર્મચારી દિલીપ ડી. રાઠોડ, સંજય કણજારીયા, જય, હરદીપસિંહ અને અન્ય પોલીસ કર્મચારી સહિત 5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઇન્ડિયન પેનલ કોડની વિવિધ કલમો હેઠળ તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે.

ફરિયાદી નરદીપસિંહના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 16-7-2021ના રોજ નરદીપસિંહ ગોહિલને કાપોદ્રા પોલીસ મથકના પાંચ પોલીસ કર્મચારીએ નાના વરાછા પોલીસ ચોકીમાં લઇ જઇ માર માર્યો હતો ત્યારબાદ કાપોદ્રા પોલીસ મથકમાં 17 તારીખના રોજ ફરિયાદ આપતાં એમને પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યાર બાદ વકીલ મારફત કોર્ટમાં 156 (3) મુજબ જે તે કારવાઈ દાખલ કરતા નામદાર કોર્ટે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કર્યો છે. ઉપરાંત કોર્ટે 60 દિવસમાં સંપૂર્ણ તપાસ રજુ કરવા જણાવ્યુ છે.

Next Story