સુરત : કોર્ટમાં 11 દિવસના દિવાળી વેકેશનની મુખ્ય ન્યાયાધીશની જાહેરાત, ફક્ત ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે...

મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં 11 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સુરત : કોર્ટમાં 11 દિવસના દિવાળી વેકેશનની મુખ્ય ન્યાયાધીશની જાહેરાત, ફક્ત ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે...
New Update

સુરત જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન કોર્ટમાં 11 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

કોરોના કાળ બાદ તદ્દન સામાન્ય સ્થિતિ સર્જાતા વર્ષ દરમ્યાન આવતા તહેવારની ઉજવણી માટે લોકો ખુશ જોવા મળી રહ્યા છે, ત્યારે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, સરકારી કચેરીઓ સહિત ખાનગી કંપનીઓમાં દિવાળીના તહેવારને લઇને મીની વેકેશન આપવામાં આવતુ હોય છે. તેવામાં શાળાઓ બાદ જિલ્લાની અદાલતમાં દિવાળીના દિવસથી વેકેશનનો આરંભ થયો છે. સુરત જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી તારીખ 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, કોર્ટમાં ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરાશે, જ્યારે તે સિવાયના કેસ દિવાળી બાદ શરૂ થતી કોર્ટમાં સમયસર ચલાવવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #Court #announces #Diwali vacation #Chief Justice #emergency cases #heard
Here are a few more articles:
Read the Next Article