Connect Gujarat
સુરત 

સુરત : વેસુમાં 6 ફૂટેથી ગ્રાઉન્ડફ્લોર પર પટકાતાં બાળમજૂરનું મોત, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના વેસુ વિસ્તારમાં બિલ્ડીંગની કામગીરી દરમ્યાન 6 ફૂટ જેટલી હાઇટ પરથી ગ્રાઉન્ડફ્લોર પર પટકાતા બાળમજૂરનું મોત નીપજ્યું હતું

X

સુરત શહેરના વેસુ વિસ્તારમાં બિલ્ડીંગની કામગીરી દરમ્યાન 6 ફૂટ જેટલી હાઇટ પરથી ગ્રાઉન્ડફ્લોર પર પટકાતા બાળમજૂરનું મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે અલથાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વીઆઇપી રોડ ઉપર રાજહંસ ક્રેમાં બિલ્ડીંગમાં બ્રેકીંગ મશીનની કામગીરી દરમ્યાન 6 ફૂટ જેટલી હાઇટ પરથી બાળમજૂર ગ્રાઉન્ડફ્લોર પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે બાળમજૂરને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. જોકે, બાંધકામની સાઇટ ઉપર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરો દ્વારા કામદારોને વગર આઈડી પ્રૂફે કામ ઉપર રાખી દેતા હોય છે, જ્યાં સેફ્ટી માટે સાધન સામગ્રી પણ આપવામાં આવતી નથી. જેના કારણે આવી ઘટના બનતી રહે છે, ત્યારે સુપરવાઇઝરની બેદરકારીના કારણે કામદારને 16 વર્ષની ઉંમર હોવા છતાં કામ પર રાખી લેવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક કલ્પેશ ચરપોટા મૂળ રાજસ્થાનમાં આવેલ પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો વતની છે. જોકે, આ મામલે રાજહંસ ક્રેમાં બિલ્ડીંગમાં સુપરવાઇઝરે જણાવ્યું કે, મૃતક બાળ મજૂરનું નામ કલ્પેશ છે. મારી પાસે જ્યારે કામ માટે આવ્યો હતો, ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તારી ઉંમર શું છે. અને તેણે પોતાની ઉંમર 18 વર્ષ જણાવી હતી. તે બ્રેકર મશીન ચલાવતા પટકાયો હતો. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, અમે જ્યારે પણ માણસોને કામની સાઈટ ઉપર રાખીએ છીએ, ત્યારે સેફ્ટીનું સાધન આપીએ જ છીએ.

Next Story