સુરત શહેરના કતારગામ વોટરવર્ક્સમાં ક્લોરીન ગેસ લીકેજ ઈમરજન્સીને પહોચી વળવા તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના કતારગામ વોટરવર્ક્સમાં તંત્ર દ્વારા આયોજિત મોકડ્રીલનો હેતુ કેમિકલ, બાયોલોજીકલ આપત્તિના સમયમાં થતી જાનહાનિ કેવી રીતે અટકાવી શકાય તે હતો. આ ઉપરાંત મોકડ્રિલમાં તાત્કાલિક સારવાર પૂરી પાડીને ઘાયલ વ્યક્તિઓનું જીવન કેવી રીતે બચાવી શકાય તે અંગે પણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં ખાસ કરીને કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર આપત્તિઓને કેવી રીતે પહોંચી વળવું તે અંગે સમજ આપવામાં આવી હતી. મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સુચનોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.