/connect-gujarat/media/post_banners/d819056792ca8ffda018f41456d797c4de03ee1b033d28b426496c041e433a88.jpg)
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 4 સીટી સ્કેન મશીન પૈકી 2 બંધ થઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સારવાર માટે દર્દી આવતા હોય છે જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભામાં 4 પૈકી 2 એક્સરે મશીન 2 મહિનાથી બંધ છે જેને લઈ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. નવી સીવીલમાં દૈનિક 400 થી 500 લોકો એક્સરે માટે આવે છે.
2 એક્સરે મશીન બંધ હોવાથી દર્દીઓને એક્સરે કાઢવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યાર બાદ એક્સરે માટે નંબર આવે છે નંબર લાગ્યા 4 કલાકપછી રિપોર્ટ મળે છે જેને લઈ એક્સરે કાઢવા આવેલા દર્દીઆમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે એકસરે મશીન વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.