/connect-gujarat/media/post_banners/6e328be41dd1b4989549fccd8ec465fa530528fcc09efd3a1204665de4bc5380.jpg)
સુરત શહેરના 115મા બ્રિજનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતમાં એક પછી એક બની રહેલાં નવા બ્રિજના કારણે સુરત હવે બ્રિજ નગરી તરીકે ઓળખાવા લાગી છે.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારના રોજ સુરતમાં પાલ અને ઉમરાને જોડતાં બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવતાં 10 લાખ કરતાં વધારે લોકોને રાહત થશે. નવા પુલના લોકાર્પણની સાથે સુરતમાં આવેલાં કુલ બ્રિજ અને ફલાયઓવરની સંખ્યા 115 થઇ ગઇ છે. સુરત હીરા અને કાપડ ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે હવે તે બ્રિજ માટે પણ આગવી ઓળખ મેળવી ચુકયું છે. પાલ અને ઉમરા વિસ્તારને જોડતાં બ્રિજના લોકાર્પણ સમારંભમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પટેલ, મેયર હેમાલી બોઘાવાલા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલા સાથે બ્રિજ પરથી પસાર થઇ બ્રિજનું નિરિક્ષણ પણ કર્યું હતું.