સુરત: ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, ખેડૂતોને નુકશાનીની શક્યતા

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને નુકશાનીની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે

New Update
સુરત: ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, ખેડૂતોને નુકશાનીની શક્યતા

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને નુકશાનીની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચોમાસાની વિદાય લેવાની ઘડીએ સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે હળવા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે જ્યારે નોકરીએ જતા વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ ખેડૂતોને પાકને લઈને ચિંતા વધી છે.બંગાળ ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે

આકાશમાં બે દિવસથી વરસાદી વાદળો છવાતા ગત રોજથી જ વરસાદી મોહલ જામ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ વરસાદના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવે એવી શકયતા છે.

Latest Stories