Connect Gujarat
સુરત 

સુરત : છેલ્લા 1 મહિનાથી ગુમ છે કમ્પ્યુટર એન્જિનિયર, પુત્ર માટે પરિવારજનોની પોલીસને "પોકાર"

પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર 1 મહિનાથી ગુમ, માર્કશીટ લેવા યુવાન ગાંધીનગર ગયો હતો, જે પરત ફર્યો નહીં

X

સુરત શહેરના પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા ગાંધીનગર ગયો હતો. જોકે, ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે 1 મહિને પણ ભાળ ન મળતા તેનો પરિવાર પોલીસ કમિશનર કચેરી બહાર રસ્તા પર ઉતરી આવી દીકરાને પરત લાવવા રજૂઆત કરી હતી.

મળતી માહિતી અનુસાર, કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો કેયુર ભાલાળા ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ 4 મહિનાથી સુરતમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવતા ગાંધીનગર ખાતે 24 તારીખે રાત્રે સુરત સ્ટેશનેથી નીકળ્યો હતો. જેનો 26 તારીખથી ફોન સ્વીચ ઓફ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આજદિન સુધી કેયુરનો કોઈપણ સંપર્ક થયો નથી. જોકે, પરિવારજનોએ સુરત બસ સ્ટેન્ડ પરથી ગુમ થવાની મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં કેયુર ભાલાળા ગાંધીનગર માર્કશીટ લેવા માટે ગયો હતો. પરંતુ વાત એ છે કે, માર્કશીટ લીધા પહેલા જ તે મુંબઈ જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેણે મુંબઈ માટેની ટિકિટ ઓનલાઈન બુક કરાવ્યું હોવાના પુરાવા પણ હાથ લાગ્યા છે. કેયુર ભાલાળા અચાનક મુંબઈ શા માટે જઈ રહ્યો હતો, તે બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કેયુર ભાલાળા ગુમ થતાની સાથે જ પરિવારજનો એ પણ તેની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન તેમણે તમામ ગાંધીનગરથી મુંબઈ તરફની હોટલોની તપાસ કરતા નવસારી નજીકની એક હોટલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયો હોવાનું પરિવારે જણાવ્યું હતું. પરંતુ શંકાએ વાતની ઉભી થઇ રહી છે કે, તે એકલો હતો કે, અન્ય કોઈની સાથે મુંબઈ પહોચ્યો હતો. જોકે, 1 મહિના કરતાં વધુ સમય પસાર થયા બાદ પણ કેયુર ભાલાળાની કોઈ માહિતી ન મળતા આખરે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ મોરચા સ્વરૂપે પહોચી પોતાના દીકરાને પરત લાવવા રજૂઆત કરી હતી.

Next Story