સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં 65 ટકાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. પરંતુ લોકોએ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં કોરોના ચરમસીમા પર હોય તેમ દિન પ્રતિદિન કેસમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા હતા. પરંતુ હવે છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ 6 દિવસમાં 19 દર્દીઓના મોત પણ થયા છે. બાળકોમાં પણ પહેલા કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું. જોકે, હવે તેમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે, ત્યારે હવે સરકારની ગાઈડલાઇનને અનુસરી લોકોએ સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ કોરોનાના સંક્રમણને નાથવા પાલિકા દ્વારા ટેસ્ટિંગ, ટ્રેકિંગ પોલિસી પર ભાર મુકવામાં આવ્યો છે.