Connect Gujarat
સુરત 

સુરત : ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં કોરોનાનો પગપેસારો, આરોગ્ય વિભાગ દોડતું થયું.

સુરત જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે

X

સુરત જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં 2 લોકોને કોરોના પોઝિટિવ આવતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

સુરતના ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં આવેલ સૂર્યા કોમ્પ્લેક્ષમાં કોરોનાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એક જ પરિવારના 2 સભ્યો પોઝિટિવ આવતા આરોગ્યકર્મીઓની દોડધામ વધી છે. જોકે, બન્ને વ્યક્તિએ વેક્સિનનો બીજો ડોઝ પણ લીધો હતો, ત્યારે હવે તેઓ પોઝિટિવ આવતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ સાથે જ કોમ્પ્લેક્ષમાં રહેતા તમામ રહીશોનું કોરોના ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 10 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જોકે, તમામના રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહત અનુભવી છે. તો બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

Next Story