સુરત: શાળાના બાળકોને ભણાવાશે કોરોનાનો અભ્યાસક્રમ,જુઓ મહાનગર પાલિકાએ શું કર્યો નિર્ણય

હવે આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે, કોરોના કાયમી રહેવાનો છે તે સૌ કોઈ કહી રહ્યા છે ત્યારે

New Update
સુરત: શાળાના બાળકોને ભણાવાશે કોરોનાનો અભ્યાસક્રમ,જુઓ મહાનગર પાલિકાએ શું કર્યો નિર્ણય

હવે આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે, કોરોના કાયમી રહેવાનો છે તે સૌ કોઈ કહી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ રાજયમાં સૌ પ્રથમ વખત એક અનોખી પહેલ કરી છે જેમાં શાળામાં ભણતા બાળકોને કોરોનાની જાણકારી આપવા માટે કોરોનાનો વિષય અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યો છે

Advertisment

સુરત મહાનગર પાલિકાએ કોરોના અંગે જનજાગૃતિ વધે એ હેતુથી કોરોનાની મૂળભૂત જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તેવું આયોજન હાથ ધર્યું છે. હાલ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને કોરોના અંગેની માહિતી આપતો અભ્યાસક્રમ શીખવવામાં આવશે, જેનો હેતુ કોરોના અંગે તમામ જાણકારી અને જાગૃતિનો છે. દરેક શાળામાં આ અભ્યાસક્રમનો અમલ કરવામાં આવશે. સુરત મનપા ગુજરાતમાં પ્રથમ મનપા છે જે કોરોનાનો અભ્યાસક્રમ ફરજીયાત કરવા જઈ રહી છે. કોરોનાના આ અભ્યાસક્રમમાં કોરોના એટલે શું?, કોરોનાના વેરિયન્ટ અને મ્યુન્ટ શુ છે, કેવી રીતે કોરોનાનો ચેપ લાગી શકે, કોરોના થી બચવા શુ કરવું, કોરોનામાં સ્ટીરોઇડ અપાય તો શું આડ અસર થાય, કોરોનાનો ચેપ અટકાવવા શુ કરવું વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

Advertisment

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Read the Next Article

સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

New Update
  • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

  • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

  • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

  • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

  • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

Advertisment

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.