SMCની કાર્યવાહીથી ફફડાટ
જાહેરમાં થુંકનાર સાવધાન
4000 કેમેરાથી મોનીટરીંગ
ગંદકી કરતા 3819 લોકો દંડાય
SMCએ 5.85 લાખનો દંડ ફટકાર્યો
સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર, બ્રિજ પર પાન, માવા, ગુટખાની પીચકારી મારીને સુંદરતા બગાડનારા સામે કડકાઈ અપનાવવામાં આવી છે.અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા સહિતના સ્થળો પર પણ,માવા,ગુટખાની પિચકારી મારીને ગંદકી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.SMCની ટીમ દ્વારા 4000 કેમેરાથી મોનિટરિંગ કરીને સુરતની જાહેર મિલકતો બ્યુટીફિકેશન બગાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેના થકી છેલ્લા 9 મહિનામાં 3,819 લોકોને 5.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આરટીઓ તંત્ર સાથે સંકલન કરીને તેમજ ટેકનોલોજી, સીસીટીવી કેમેરાની મદદથી માર્ગો પર થૂંકનારા મોપેડ, રિક્ષા કે કારચાલકોને નંબર પ્લેટના આધારે પકડી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પાલિકાની સખ્તાઇના ભાગરૂપે પહેલીવાર થુંકતા પકડાય તો 100 રૂપિયા અને બીજીવાર થૂંકતા પકડાય તો 250 રૂપિયા દંડની જોગવાઇ કરવામાં આવી રહી છે.