સુરતના ડુમસ બીચ પર નેશનલ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.
દેશમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ ઉપર ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.આ તમામ ટીમોને ગ્રુપ વાઇસ રમાડવામાં આવનાર છે. આજે આ ચેમ્પિયનશીપના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. તેઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબે અને રશિયાથી મિસ્ટર ઇલેઝેન્ડર જેઓ રશિયામાં ગવર્મેન્ટમાં કામ કરે છે તે પણ મહેમાન તરીકે આવ્યા હતા. આ બીચ પર સોકર ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ ગણેશ વંદના અને પછી મેચ ચાલુ કરવામાં આવી હતી. સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવશે. બહારથી આવનાર તમામ ટીમના ખેલાડીઓ માટે શહેરના અલગ અલગ હોટલોમાં રહેવા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.