Connect Gujarat
સુરત 

સુરત : કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

કોલેજીયન યુવાન સાથે કરાયું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો વાયરલ કરવાની યુવકને અપાય હતી ધમકી.

X

સુરતના કતારગામ વિસ્તારમાં કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ રૂપિયા 1.26 કરોડ પડાવી લેનાર આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કોલેજીયન યુવાનને મિનરલ વોટર અને ત્યારબાદ કોરોના કાળમાં સેનેટાઈઝરના ધંધામાં રોકાણના નામે આરોપી વિજય સાટીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે રૂપિયા 1.50 લાખ મેળવ્યા હતા. પરંતુ પૈસા મેળવ્યા બાદ પણ ધંધો શરૂ નહીં થતાં ઉઘરાણી કરતાં આરોપીઓએ કોલેજીયન યુવાનને ડભોલી ખાતે ગોડાઉનમાં બોલાવી તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેમાં આરોપીઓએ કોલેજીયન યુવાનનો વિડીયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1.26 કરોડ પડાવ્યા હતા.

આ અંગે કતારગામ પોલીસ મથકમાં આરોપી વિજય સાટીયા, ભરત ઉર્ફે લાખા બોધા સાટીયા, ભોળા સાટીયા, જયસુખ ઉર્ફે ભોળા કાળુ મેર, કરણ ત્રિવેદી સહિત 10 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે આ ગુન્હામાં કતારગામ પોલીસે આરોપીઓને પકડી જેલ ભેગા કર્યા હતા. જોકે, આરોપી જયદીપ ટાંકે જામીન માંગ્યા હતા, ત્યારે આરોપી વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ભોગ બનનાર પાસેથી આઈફોન મોબાઈલ, આઇપોડ, ઘડિયાળ અને રૂપિયા 25 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા, ત્યારે ગુન્હામાં આરોપીઓની સક્રિય સંડોવણી હોવાથી જામીન આપ્યા બાદ સાક્ષી પુરાવા સાથે કોઈ ચેડા કરી શકે તેવી સંભાવના હોવાથી કોર્ટે તેના જામની નામંજૂર કર્યા છે.

Next Story