સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઈ સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું : ઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં..!

શ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છે, જે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે

New Update
  • દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો મુખ્ય આધારસ્તંભ સુરત

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું મોટું નિવેદન

  • ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ નિવેદન આપ્યું

  • રોકડામાં કાપડનો માલ આપોપછી જુઓ ઉદ્યોગ આગળ વધશે

  • ઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં : સી.આર.પાટીલ

Advertisment

સુરત ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ મંચ પરથી જણાવ્યુ હતું કેઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીંતેવું ફોસ્ટા દ્વારા નક્કી કરવામાં આવે.

ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત તેના વિશ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છેજે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છેત્યારે સુરત ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનું ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મોટું નિવેદન સામે આવ્યું છે.

તેઓએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇ નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે મંચ પરથી ઉદ્યોગપતિઓને જણાવ્યુ હતું કેઉધારમાં કોઈને કાપડનો માલ આપવો નહીં તેવું ફોસ્ટા દ્વારા નક્કી કરવામાં આવે. જેના કારણે જે વેપારીઓને કાપડની જરૂર જણાશે તેઓ જ ખરીદશે. રોકડામાં કાપડનો માલ આપોપછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને ચાર ચાંદ લાગશેઅને ઉદ્યોગ બહુ જ આગળ વધશે તેવું સી.આર.પાટીલે જણાવ્યુ હતું.

Latest Stories