બિહારના કઠિયાર જિલ્લામાં થયેલ ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરાની દેવધ ચેકપોસ્ટની નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક શહેરને લાંછન લાગે તેવી ઘટનાઓ સામે આવી રહી છે, એટલું જ નહીં સુરત જાણે હબ બન્યું હોય તેમ અસામાજિક તત્વો પણ અહી આવીને છુપાય રહ્યા છે, ત્યારે બિહારના કઠિયાર જિલ્લામાં થયેલ ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરાના દેવધ ચેકપોસ્ટની નજીકથી ઝડપી પાડ્યા હતા. ગંગા નદીના કાંઠાની જમીનને લઈને બન્ને ગેંગ વચ્ચે અણબનાવ ચાલતો હતો, પોલીસ તપાસમાં ઝડપાયેલા 4 આરોપીઓ મોહના ઠાકોર ગેંગના સાગરીતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોહના ઠાકોર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી હતી, ત્યારે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેંગવોરના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.