સુરતમાં મેટ્રોની કામગીરીમાં વધુ એક બેદરકારી આવી સામે
સ્પાન બનાવવાનું હાઇડ્રોલિક મશીન થયું ધરાશાયી
પીલર ઉપર ચઢાવવાની કામગીરી દરમિયાન બની ઘટના
ક્રેઈને સંતુલન ગુમાવતા પલ્ટી મારી
હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા નુકશાન
સુરતના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે સ્પાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી,જે કામગીરી દરમિયાન વિશાળ ક્રેઈનથી વજનદાર હાઇડ્રોલિક મશીન પીલર ઉપર ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી,તે દરમિયાન અચાનક ક્રેઈન પોતાનું સંતુલન ગુમાવતા પલ્ટી મારી ગઈ હતી,અને હાઇડ્રોલિક મશીન જમીન પર પટકાયું હતું..
જ્યારે ક્રેઇન સહિત હાઇડ્રોલિક મશીન નજીકમાં આવેલ મકાન પર પડતા મકાનને નુકસાન થયું હતું,ઘટના અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતમાં મેટ્રોના બ્રિજ પર સ્પાનમાં ખામી સર્જાતા ક્ષતિગ્રસ્ત થયો હતો.જ્યારે વધુ એક મેટ્રોની કામગીરીમાં અકસ્માત સર્જાતા મેટ્રોની ભારે બેદરકારી હોવાની બૂમો ઉઠવા પામી હતી.જ્યારે સમગ્ર ઘટના અંગેનો વિડીયો મોબાઈલમાં કેદ થતા વાયરલ બન્યો હતો.