સુરત : પતંગ ચગાવતી વેળા પાંચમા માળેથી પટકાતાં બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

સુરત શહેરના અડાજણ-પાલ રોડ પર આવેલ નીલકંઠ એવન્યુના પાંચમા માળે પતંગ ચગાવતી વેળા નીચે પટકાતાં એક માસૂમ બાળક મોતનું નીપજ્યું હતું.

સુરત : પતંગ ચગાવતી વેળા પાંચમા માળેથી પટકાતાં બાળકનું મોત,  પરિવાર શોકમાં ગરકાવ...
New Update

સુરત શહેરના અડાજણ-પાલ રોડ પર આવેલ નીલકંઠ એવન્યુના પાંચમા માળે પતંગ ચગાવતી વેળા નીચે પટકાતાં એક માસૂમ બાળક મોતનું નીપજ્યું હતું., ત્યારે પતંગરસિકો માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક માતા-પિતા તથા પતંગરસિકો માટે લાલબત્તી ધરતો બનાવ સામે આવ્યો છે. સુરતના અડાજણ-પાલ રોડ પર આવેલ નીલકંઠ એવન્યુના પાંચમા માળે તનય પટેલ નામનો માસૂમ બાળક તેના બાળમિત્રો સાથે પતંગ ચગાવતો હતો, ત્યારે અચાનક પાંચમા માળની અગાસી પરથી નીચે પટકાતાં તનયને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. તનય પટકાતાં જ તેની મોટી બહેન અને મિત્રોએ બૂમાબૂમ અને ચિચિયારીઓ પાડતાં લોકોના ટોળાં ભેગા થયા હતા. લોકોએ તનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં તેને મૃત જાહેર કરાયો હતો. એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉત્તરાણ પહેલાં થયેલી દુર્ઘટના એ માતા-પિતાઓ માટે જાગૃત રહેવાનો સંદેશો આપી રહી છે, ત્યારે હાલ તો અડાજણ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

#Connect Gujarat #BeyondJustNews #Death #Surat News #Child Death #flying kite #fell from the fifth floor
Here are a few more articles:
Read the Next Article