/connect-gujarat/media/post_banners/58f01fdaa75c2a4c4c86131e090525a38de91cba396432699fb8b473e5030448.jpg)
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
બાગ-બગીચા, ફૂલ-પાંદડા હંમેશા આપણને એક સુખદ અનુભવ કરાવે છે. આપણો મૂડ ભલે ગમે તેટલો ખરાબ હોય, પરંતુ જો આપણે તાજી હવાઓવાળા બાગ-બગીચા, તાજા ખીલેલા ફૂલો અને તેમની મનમોહક સુવાસ વચ્ચે જઇએ, તો તરત જ આપણો મૂડ બદલાઇ જાય છે. જોકે, બાગ-બગીચા સહિત પર્યાવરણની સાચવણી પણ આપણાં જ હાથમાં છે. તેવામાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારીના કારણે રોઝ ગાર્ડનને મોટું નુકશાન પહોચ્યું છે. નિંદામણ નાશક દવાનો છંટકાવ કરનાર કર્મચારીની બેદરકારીના કારણે ગુલાબના છોડ નાશ પામ્યા છે, ત્યારે મોટા પ્રમાણમાં ગુલાબના છોડ નષ્ટ થઈ જતાં પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.