સુરત : નાના બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવનારની અટકાયત, કહ્યું : ભૂલ થઈ ગઈ..!

સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું.

New Update

રિક્ષાચાલકની બેદરકારીનો વીડિયો સામે આવ્યો

વરાછા મેઈન રોડ વિસ્તારમાં બની હતી ઘટના

નાના બાળકે ઓટોરિક્ષા હંકારી હોવાનો વિડિયો

વિડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાય

મોટર વેહિકલ એક્ટ હેઠળ રિક્ષાચાલકની અટકાયત

સુરત શહેર તથા જિલ્લામાં રિક્ષાચાલકોની બેદરકારીના વીડિયો અવારનવાર સામે આવતા હોય છેત્યારે સુરતના વરાછા મેઈન રોડ વિસ્તારમાં નાના બાળકે ઓટોરિક્ષા હંકારી હોવાનો વિડિયો સામે આવતા પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી હતી.

સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું. બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જી શકે છેજ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો. જોકેઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષાચાલકની શોધખોળ કરવામાં આવી હતી. વાઇરલ થયેલો વીડિયો શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેપાછળ બેઠેલા યુવકે નાના બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટિયરિંગ આપ્યું છેત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. પોલીસ દ્વારા રિક્ષા નં.GJ-05-C-2286ની શોધખોળ હાથ ધરવામાં આવતા રિક્ષાચાલક મળી આયો હતો. જેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. રીક્ષા માલિકે જણાવ્યુ હતું કેભૂલથી રિક્ષામાં ચાવી રહી ગઈ હતીતેથી બાળક રીક્ષા લઇને નીકળી ગયો હતોતારે જાળ તો પોલીસે રીક્ષા માલિક વિરુદ્ધBNS 281 અનેMV એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : મહિધરપુરામાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી વૃદ્ધનો આપઘાત,પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી

New Update
  • મહિધરપુરામાં વૃદ્ધના આપઘાતનો મામલો

  • બે શખ્સોના ત્રાસથી વૃદ્ધે કર્યો આપઘાત

  • દારૂનો વેપલો કરતા બે શખ્સોનો ત્રાસ

  • પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

  • બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ 

સુરતના મહિધરપુરામાં એક વૃદ્ધે દારૂના વેપલા સાથે સંકળાયેલા બે શખ્સોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી,પોલીસે આ ઘટનામાં દુષ્પ્રેરણનો ગુનો દર્જ કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી.

સુરતના મહિધરપુરામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક વૃદ્ધે  દારૂના વેપલા સાથે સંકળાયેલા શખ્સોના સંબંધીઓનેSMCમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 22 લાખ લીધા હતા,અને આ રૂપિયા અન્ય કોઈ વ્યક્તિએSMCમાં નોકરીના બહાને વૃદ્ધ પાસેથી પડાવી લીધા હતા.આ બાબતે વૃદ્ધ સાથે માથાકૂટ થઇ હતી,અને વૃદ્ધે આખરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને દારૂના ધંધામાં લિસ્ટેડ અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં પરિમલ અગાઉ એક ગુનામાં પકડાયો હતો,જ્યારે અશોક રાણા 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે.અને ત્રણ વખત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.