સુરત : નાના બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવનારની અટકાયત, કહ્યું : ભૂલ થઈ ગઈ..!

સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું.

New Update

રિક્ષાચાલકની બેદરકારીનો વીડિયો સામે આવ્યો

વરાછા મેઈન રોડ વિસ્તારમાં બની હતી ઘટના

નાના બાળકે ઓટોરિક્ષા હંકારી હોવાનો વિડિયો

વિડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાય

મોટર વેહિકલ એક્ટ હેઠળ રિક્ષાચાલકની અટકાયત

સુરત શહેર તથા જિલ્લામાં રિક્ષાચાલકોની બેદરકારીના વીડિયો અવારનવાર સામે આવતા હોય છેત્યારે સુરતના વરાછા મેઈન રોડ વિસ્તારમાં નાના બાળકે ઓટોરિક્ષા હંકારી હોવાનો વિડિયો સામે આવતા પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી હતી.

સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું. બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જી શકે છેજ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો. જોકેઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષાચાલકની શોધખોળ કરવામાં આવી હતી. વાઇરલ થયેલો વીડિયો શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેપાછળ બેઠેલા યુવકે નાના બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટિયરિંગ આપ્યું છેત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. પોલીસ દ્વારા રિક્ષા નં. GJ-05-C-2286ની શોધખોળ હાથ ધરવામાં આવતા રિક્ષાચાલક મળી આયો હતો. જેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. રીક્ષા માલિકે જણાવ્યુ હતું કેભૂલથી રિક્ષામાં ચાવી રહી ગઈ હતીતેથી બાળક રીક્ષા લઇને નીકળી ગયો હતોતારે જાળ તો પોલીસે રીક્ષા માલિક વિરુદ્ધ BNS 281 અને MV એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #CGNews #Detention #Surat #Auto Rickshaw #stunt #Driver arrested
Here are a few more articles:
Read the Next Article