Connect Gujarat
સુરત 

સુરત: માંડવીના વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો, સરપંચની ચૂંટણી ન થતા કારભાર વહીવટદારની પાસે

વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

X

સુરતના માંડવી તાલુકાના વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.તાત્કાલિક ચૂંટણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

૨૩૦૦થી વધુ વસ્તી ધરાવતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામનો વિકાસ હાલ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગામના સરપંચ ન હોવાથી ધણી વગરનું ગામ વદેશિયા બની ગયું છે.સરપંચનો ચાર્જ કોઈ પાસે ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.હાલ ગ્રામજનોના વહીવટી કામ પણ અટકી પડ્યા છે.રોડ,રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઈટના કામો હાલ અટકી ગયા છે

ગામના અરજદારોને હાલાકી ન પડે તે માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણુક કરવામાં આવી છે પણ વહીવટદાર પાસે આગાઉથી બે ત્રણ ગામનો ચાર્જ હોવાથી તેઓ ગામને પૂરતો સમય ફાળવી શકતા નથી જેને લઇને ગ્રામજનો પંચાયત પર ધક્કા ખાઈ રહ્યા છે.જેથી અવાર નવાર વહીવટદારને ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડે છે તેમજ ગ્રામ પંચાયતના તલાટી પાસે પણ અન્ય ગ્રામ પંચાયતોનો ચાર્જ છે જેથી તેઓ પણ અઠવાડિયામાં એકવાર ગ્રામ પંચાયત પર આવે છે

ગ્રામજનોને પડી રહેલી હાલાકીની જાણ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા માંડવી તાલુકા વિકાસ અધિકારી ડી.એમ.મહાકાલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવશે એવી ખાતરી આપી છે

Next Story