સુરત: ડાયમંડ સીટી હવે સોલાર સિટી બનવા તરફ અગ્રેસર,જુઓ સરકાર શું કરી રહી છે આયોજન

સુરતમાં ફેબ્રુઆરી માસ સુધીમાં લાગવાયા રેકોર્ડ બ્રેક પાવર પ્લાન્ટ 42,000 ઘરોમાં લાગ્યા 205 મેગાવોટના પ્લાન્ટ

સુરત: ડાયમંડ સીટી હવે સોલાર સિટી બનવા તરફ અગ્રેસર,જુઓ સરકાર શું કરી રહી છે આયોજન
New Update

કાપડ અને બ્રિજ સિટી તરીકે ઓળખાતુ સુરત શહેર આવનારા દિવસોમાં સોલાર સિટી બનવા તરફ અગ્રેસર થઈ રહયું છે. ફેબ્રુઆરી -2022 સુધીમાં સુરત શહેરમાં કુલ 42,000 કરતા પણ વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલાર પાવરના ઉત્પાદન અને ઉપયોગને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે " નેશનલ સોલાર મીશન " હેઠળ વર્ષ 2021-22 સુધીમાં દેશમાં કુલ 1 લાખ મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટસ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

સોલાર સીટી પ્રોગ્રામ હેઠળ ફેબ્રુઆરી -2022 સુધીમાં સુરત શહેરમાં કુલ 42,000 કરતા પણ વધુ ઘરો પર 205 મેગાવોટ ક્ષમતાના રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે. વધુને વધુ સોલાર ઉર્જાના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતી કેપિટલ સબસીડી યોજનાનો લાભ લેવા મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ભારત સરકાર દ્વારા 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધીની ક્ષમતા માટે 40 ટકા જેટલી રકમની કેપિટલ સબસીડી આપવામાં આવે છે.

જ્યારે 4 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે 20% , ફલેટ અને એપાર્ટમેન્ટમાં કોમન વપરાશ માટે 1 કિલોવોટ – 500 કિલોવોટ. સુધીની ક્ષમતાના પ્લાન્ટ માટે 20 % જેટલી રકમની કેપિટલ સબસીડી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ શહેરીજનોને આ યોજનાનો લાભ લેવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. હવે ટેક્સ્ટાઈલ સીટી, ડાયમંડ સીટી તરીકે જાણીતું સુરત સીટી સોલાર સીટી તરીકે પણ આગામી દિવસોમાં ઓળખાય તો નવાઈ નહીં. કારણ કે લોકોની જાગૃતિ જોતા હજી પણ સોલાર પેનલ માટે લોકો ઈન્કવાયરી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં સોલાર પ્લાન્ટ લગાવનારા ઘરોની સંખ્યામાં વધારો થાય તે નક્કી છે.

#Surat #SuratNews #સુરત #solar power #SuratGujarat #Solar #power plant #Solar City #Surat Solar City #Gujarat Solar City #Dimond City Surat
Here are a few more articles:
Read the Next Article