/connect-gujarat/media/post_banners/363ebfc1464fdc4b84257e2adff026e023c7cfefaa3eb8073d40bf673d353a32.jpg)
સુરતની સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં બે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીના બનાવમાં ડો.ઋત્વિકને સ્ટુડન્ટ કોડ ઓફ કન્ડક્ટ મુજબ 1 ટર્મ છ મહીના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરતમાં અઠવાડિયા અગાઉ સ્મીમેરના ઓર્થોપેડીકમાં બે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીમાં તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં જવાબદાર રેસિડેન્ટ ડોકટરને 1 ટર્મ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્મીમેરમાં 1 ઓગસ્ટે રાત્રે ઓર્થોપેડીકમાં 2 રેસિડેન્ટ ડોકટરો વચ્ચે મારામારી થઇ હતી. આ પ્રકરણમાં તપાસના આદેશ સાથે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીનાં અહેવાલ મુજબ સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતાં રેસિડેન્ટ ડોકટર ડો.ઋત્વિક દરજી દ્વારા અનપ્રોફેશનલ બિહેવિયર થયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી ડો.ઋત્વિકને સ્ટુડન્ટ કોડ ઓફ કન્ડક્ટ મુજબ 1 ટર્મ છ મહીના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.