સુરત : કાશીનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નહીં આવતા સ્થાનિકો વિફર્યા,જુઓ કઈ રીતે કર્યો વિરોધ

સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમ મેળવનાર અને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનાર સુરતમાં કચરાની ગાડી સમય પર નહી આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

New Update
સુરત : કાશીનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નહીં આવતા સ્થાનિકો વિફર્યા,જુઓ કઈ રીતે કર્યો વિરોધ

સુરત શહેરના વિસ્તારમાં આવેલ કાશીનગરના રહેશોએ અનોખો વિરોધ નોંધાયો છે ડોર ટુ ડોર કચરાની ગાડી સમય પર નહીં આવતા ઘરેથી કચરાનું ડસ્ટબીન લઈ ઉધના ઝોન ભેગું કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમ મેળવનાર અને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનાર સુરતમાં કચરાની ગાડી સમય પર નહી આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાને લઈને અનેક પ્રયાસો કરતી હોય છે અને સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવવા માટે લોકોને અપીલ કરી સ્વચ્છતા વિશે જાગૃતતા લાવવામાં આવતા હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ગાડીનો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે. પરંતુ આ કોન્ટ્રાક્ટ દ્વારા શહેરના અનેક વિસ્તારોની અંદર સમય પર કચરું ઉપાડતા નથી તેમ જ અને કોઈ વખત અઠવાડિયામાં કચરાની ગાડી ગેર હાજર હોતી હોય છે જેને લઇને લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. આજરોજ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કાશીનગર ખાતેના રહીશોએ ઉધના ઝોન ખાતે પોતાના ઘરનો સંગ્રહ કરેલ કચરો, થેડી અને ડસ્બીનમાં લઈ ઉધના ઝોન ખાતે જ ભેગો કર્યો હતો. રોસે ભરાયા લોકોએ મનપા અને ડોર ટુ ડોર કચરાની ગાડીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી સમય પર ગાડી શરૂ કરવા માંગ કરી હતી.

Read the Next Article

સુરત : પુણામાં કાપડના વેપારી પર ચપ્પુથી હુમલો કરનાર શખ્સની ધરપકડ, પોલીસ ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા..

New Update
  • પુણામાં કાપડના વેપારી પર હુમલાનો મામલો 

  • યુવકે ચપ્પુથી કર્યો હતો જીવલેણ હુમલો 

  • વેપારી યુવકની પત્નીને કરતો હતો મેસેજ 

  • પોલીસે હુમલાખોર યુવકની કરી ધરપકડ 

  • આરોપીનું સરઘસ કાઢીને રિકંસ્ટ્રક્શન કરાયું 

સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવકે કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીવટીવીમાં કેદ થઈ જવા પામી હતી.આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. આ સાથે યુવકને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

સુરતના પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ-પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રૂદ્ર ક્રિએશનના નામે લેલપટ્ટી-કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 18 જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી-પુણા લેસપટ્ટીનો માલ લેવા ગયો હતો. જ્યાંથી માલ લઇ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટગીર પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતોપણ ગંભીર ઇજા પહોંચી હતી.લોહીલુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને મોબાઈલ જપ્ત કરી તેમાં કરેલા મેસેજની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. જ્યારે આરોપી હિતેશને સાથે રાખીને મુક્તિધામ સોસાયટીમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.કાપડ વેપારી હિતેશની પત્નીને મોબાઇલમા મેસેજ કરતો હોવાની રીસ રાખીને હિતેશે હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.