સુરત : કાશીનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નહીં આવતા સ્થાનિકો વિફર્યા,જુઓ કઈ રીતે કર્યો વિરોધ

સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમ મેળવનાર અને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનાર સુરતમાં કચરાની ગાડી સમય પર નહી આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

સુરત : કાશીનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નહીં આવતા સ્થાનિકો વિફર્યા,જુઓ કઈ રીતે કર્યો વિરોધ
New Update

સુરત શહેરના વિસ્તારમાં આવેલ કાશીનગરના રહેશોએ અનોખો વિરોધ નોંધાયો છે ડોર ટુ ડોર કચરાની ગાડી સમય પર નહીં આવતા ઘરેથી કચરાનું ડસ્ટબીન લઈ ઉધના ઝોન ભેગું કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમ મેળવનાર અને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનાર સુરતમાં કચરાની ગાડી સમય પર નહી આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાને લઈને અનેક પ્રયાસો કરતી હોય છે અને સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવવા માટે લોકોને અપીલ કરી સ્વચ્છતા વિશે જાગૃતતા લાવવામાં આવતા હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ગાડીનો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે. પરંતુ આ કોન્ટ્રાક્ટ દ્વારા શહેરના અનેક વિસ્તારોની અંદર સમય પર કચરું ઉપાડતા નથી તેમ જ અને કોઈ વખત અઠવાડિયામાં કચરાની ગાડી ગેર હાજર હોતી હોય છે જેને લઇને લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. આજરોજ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કાશીનગર ખાતેના રહીશોએ ઉધના ઝોન ખાતે પોતાના ઘરનો સંગ્રહ કરેલ કચરો, થેડી અને ડસ્બીનમાં લઈ ઉધના ઝોન ખાતે જ ભેગો કર્યો હતો. રોસે ભરાયા લોકોએ મનપા અને ડોર ટુ ડોર કચરાની ગાડીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી સમય પર ગાડી શરૂ કરવા માંગ કરી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Surat #door-to-door #Annoying #garbage carts #Kashinagar #locals protested
Here are a few more articles:
Read the Next Article