સુરત : વેરાવળમાં ડો. અતુલ ચગના આપઘાત મામલે લોહાણા સમાજે કરી ન્યાયની માંગ...

વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

સુરત : વેરાવળમાં ડો. અતુલ ચગના આપઘાત મામલે લોહાણા સમાજે કરી ન્યાયની માંગ...
New Update

વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત લોહાણા સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શ્રી ઘોઘારી લોહાણા મહાજન સમાજની માંગ છે કે, લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ-સોમનાથ પંથકના ડો. અતુલ ચગને આપઘાત કરવા મજબુર સબંધે ડૉ. અતુલ ચગ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં જવાબદાર તત્વોના નામ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઇ રહી નથી.

જેથી સમગ્ર લોહાણા સમાજ આક્રોશિત અને દુઃખી છે. આથી ડો. અતુલ ચગના આપઘાત પ્રકરણે સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાત લોહાણા સમાજની આક્રોશભરી લાગણી સાથેની માંગ છે કે, વેરાવળ પોલીસ દ્વારા તત્કાલ એફ.આર.આઈ. નોંધી સુસાઈડ નોટમાં દર્શાવેલ તત્વોની ધરપકડ કરી સમગ્ર પ્રકરણની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ અથવા અન્ય તપાસ એન્જસીને સોપવામાં આવે. શ્રી ઘોઘારી લોહાણા સમાજનના પ્રમુખે જાણાવ્યું હતું કે, ડો. અતુલ ચગની સુસાઈડ નોટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજેશ ચુડાસમાનું નામ આવ્યું છે, તો તેમની સામે કોઈ કાર્યવાહી થઇ નથી. હજુ સુધી કોઈ ધરપકડ થઇ નથી. જેથી આ મામલે કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે, અને ન્યાય નહી મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કારવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

#Surat #આપઘાત #SuratNews #Dr Atul Chag #Surat Lohana Samaj #Scuicide Case #Doctor Suicide Case #CollectorSurat #Lohana society
Here are a few more articles:
Read the Next Article