સુરત : RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારોને ખાવા પડતાં ધરમધક્કા, જાણો શું છે કારણ..!

સુરત આરટીઓ પાસે છેલ્લા ઘણા સમયથી લાયસન્સ માટે જરૂરી સ્માર્ટકાર્ડ જ નથી. સ્માર્ટ કાર્ડની અછત

New Update
સુરત : RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારોને ખાવા પડતાં ધરમધક્કા, જાણો શું છે કારણ..!

સુરત શહેર અને જિલ્લાના ડ્રાઇવિંગ લાયસન્સવાંચ્છુંઓ છેલ્લા ઘણા સમયથી લાયસન્સ માટે ફાંફા મારી રહ્યા છે. લોકો નવા લાયસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીના આંટાફેરા મારવા મજબુર બન્યા છે. પાલ ગામ સ્થિત આરટીઓ કચેરીમાં લોકોની પાંખી હાજરી આંખે ઉડીને વળગે તેમ છે. જોકે, ઓનલાઈન કામકાજ શરૂ થવાના લીધે પણ લોકોની ભીડ ઓછી જોવા મળે છે. પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં મળતા હોવાથી પણ આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સુરત આરટીઓ પાસે છેલ્લા ઘણા સમયથી લાયસન્સ માટે જરૂરી સ્માર્ટકાર્ડ જ નથી. સ્માર્ટ કાર્ડની અછતના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતા લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અરજદારોના લાંબા લિસ્ટ સામે સ્માર્ટકાર્ડ ન હોવાથી વેઇટિંગ લિસ્ટ લાબું બની રહ્યું છે. જુના લાયસન્સ રીન્યુ કરનારાઓને પણ નવા રીન્યુ થયેલા સ્માર્ટકાર્ડવાળા લાયસન્સ મળી રહ્યા નથી. જોકે, આ સમસ્યા અંગે જ્યારે આરટીઓ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે સબ સાલામતની પીપુડી વગાડી હતી. 20 દિવસથી જ આ સમસ્યા સર્જાય હોવાનું જણાવ્યુ હતું.

Latest Stories