Connect Gujarat
સુરત 

સુરત : કોરોનાના કેસમાં વધારો જોવા મળતા તંત્ર સજ્જ, ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ

સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળતા સરકારી હોસ્પિટલ બહાર ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

X

સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળતા સરકારી હોસ્પિટલ બહાર ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે. જ્યારે દર્દીઓને સંખ્યામાં પણ સરકારી હોસ્પિટલોની અંદર વધારો જોવા મળ્યો છે. સાથે ડોક્ટરને ટીમ અને નર્સિંગ ટીમ હોવાથી સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ19 હોસ્પિટલની બહાર ફાયરની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંબંધિત ૨૦ ટકા જેટલી કામગીરી બાકી હોવાના સાથે અહીં દર્દી દાખલ હોવાથી સાવચેતીના ભાગરૂપે ફાયરની ગાડી સાથે લશ્કરો પણ તૈનાત કરી દેવાયા છે.કોરોનાએ ફરી માથું ઉચકતા કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીઓની તપાસ અને સારવાર શરૂ કરાય છે

હાલ કોવિડ19 હોસ્પિટલમાં આઠ જેટલા દર્દીઓ દાખલ છે અને દરરોજની ઓપીડીમાં છ થી સાત દર્દીઓ તપાસ માટે આવે છે જ્યારે તબીબો સહિત સ્ટાફ પણ હોસ્પિટલમાં રાઉન્ડ ધી ક્લોર હાજર હોય છે અને બીજી બાજુ કોવિડ19 હોસ્પિટલમાં હજી સુધી ફાયર સેફટી સંબંધિત 80 ટકા જેટલી કામગીરી થઈ છે જ્યારે ૨૦ ટકા જેટલી કામગીરી બાકી છે, દરમિયાન અહીં કોરોના પીડિત દર્દીઓ દાખલ થવાના શરૂ થતા ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ચાર ફાયર જવાનો સાથે ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Next Story