Connect Gujarat
સુરત 

સુરત : ડુમસ ઓવરા ખાતે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ, કૃત્રિમ કુંડમાં વિસર્જન ફરજિયાત

સુરતમાં રવિવારે ગણેશ પ્રતિમાઓનું કરાશે વિસર્જન, મહાનગરના 8 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવાયાં.

X

સુરતમાં પ્રથમ વખત ડુમસ ઓવારા ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સમગ્ર સુરતમાં 20 જેટલા કૃત્રિમ તળાવમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.

માં પહેલીવાર ગણેશ વિસર્જનમાં ડુમસ ઓવારા પર મૂર્તિ વિસર્જન કરી શકાશે નહિ. માત્ર ડુમસ, ભીમપોર, ગવિયર, સુલતાનાબાદ, મંગદલ્લા બંદરની મૂર્તિઓને કાંદી ફળિયાના કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવાની રહેશે.

વિસર્જન માટે 7 ઝોનમાં 19 કૃત્રિમ તળાવો બનાવાયા છે. અત્યાર સુધીમાં 2,380 ગણેશમંડળોએ ઓનલાઇન પરમિશન માંગી છે. ગણેશ વિસર્જન માટે એક પ્રતિમા સાથે માત્ર 15 લોકોને હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આ વખતે ડ્રોન કેમેરા પણ ઉડાવશે. માટીની ગણેશ પ્રતિમાઓનું તાપી નદીના ઓવારે વિસર્જન કરી શકાશે. કૃત્રિમ કુંડ તેમજ તાપી નદીના ઓવારા ખાતે ફાયરબ્રિગેડની ટીમોને તૈનાત કરવામાં આવશે. તંત્રના અંદાજ મુજબ સુરત શહેરમાં વિવિધ તળાવો ખાતે 6000 કરતાં વધારે ગણેશ પ્રતિમાઓને વિસર્જીત કરાશે.

Next Story